ટંકારા : ટંકારા તાલુકા પોલીસ મથકમાં 13 વર્ષ પૂર્વે નોંધાયેલ મંદિર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કમલેશ બુચાભાઈ ડામોર હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના સિયાલી બંગલા ફળિયા ખાતે હોવાની બાતમી મળતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મધ્યપ્રદેશ દોડી જઇ આરોપી કમલેશ ડામોરને ઝડપી લઈ ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.