મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 23 એપ્રિલ ને બુધવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, ધાણા, મેથી, સુવાદાણા, ચણા, એરંડા, સોયાબીન, તુવેર, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1607 ક્વિન્ટલ એટલે કે 8035 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 594 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 352 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4470 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1511 બોલાયા છે. તલના 1804, જીણી મગફળીના પ્રતિમણ 1108, ધાણાના 1100, મેથીના 854, સુવાદાણાના 1550, ચણાના 1076, એરંડાના 1160, સોયાબીનના 790, તુવેરના 1252, રાયના 1052 અને રાયડાના 1217 સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3000 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.