ગતસાલ પડેલા સારા વરસાદને પગલે મગફળી, તલનું વાવેતર વધ્યું : જિલ્લમાં કુલ 24050 હેક્ટરમાં વાવેતર : એકલા હળવદ તાલુકામાં જ 17690 હેક્ટરમાં વાવેતરમોરબી : મોરબી જિલ્લામાં ગત ચોમાસામાં શ્રીકાર વરસાદ બાદ દિવાળી સુધી કમોસમી વરસાદ ચાલુ રહેતા ઓણસાલ ઉનાળુ વાવેતરમાં 2100 હેકટરથી વધુનો વધારો થયો છે. જિલ્લામાં વર્ષ 2024માં પાંચેય તાલુકામાં કુલ મળી 24,050 હેક્ટરમાં બાજરી, મગ, અડદ, તલ, મગફળી, શાકભાજી, ઘાસચારો અને ગુવાર ગમ સહિતના પાકોનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ તલનું વાવેતર થયું છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં સૌથી વધુ ઉનાળુ વાવેતર નર્મદા કેનાલની સિંચાઈ સુવિધા ધરાવતા હળવદ તાલુકામાં 17,690 હેક્ટરમાં થયું છે.મોરબી જિલ્લામાં સરેરાશ 17 હજારથી લઈ 21 હજાર હેકટર જમીનમાં દર વર્ષે ઉનાળુ વાવેતર થાય છે. જો કે, ગત ચોમાસામાં મોરબી જિલ્લામાં મેઘરાજાની વિશેષ મેહર રહેતા લીલા દુકાળ જેવી સ્થિતિ પણ સર્જાય હતી. સાથે જ ગત ચોમાસાની વિદાય બાદ દિવાળી સુધી કમોસમી વરસાદ ચાલુ રહેવાથી આ વર્ષે ઉનાળુ સીઝનમાં મોરબી જિલ્લામાં વાવેતર વિસ્તારમાં 2100 હેકટરથી વધુનો વધારો થયો છે. વર્ષ 2024માં જિલ્લામાં 21942 હેક્ટરમાં ઉનાળુ વાવેતર સામે ચાલુ વર્ષે 24050 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે.મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2025માં મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં 17690 હેકટર, માળીયા મિયાણા તાલુકામાં 820 હેકટર, મોરબી તાલુકામાં 1755 હેકટર, ટંકારામાં 1575 હેકટર અને વાંકાનેર તાલુકામાં 2210 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે.___________________________મોરબી સિવાયના તાલુકામાં ઉનાળુ વાવેતર વધ્યુંચાલુ વર્ષમાં જિલ્લામાં ઉનાળુ વાવેતર વિસ્તારમાં 2108 હેક્ટરનો વધારો થયો છે જેમાં હળવદ, માળીયા, ટંકારા અને વાંકાનેર તાલુકામાં વાવેતર વિસ્તાર વધ્યો છે જેની સામે મોરબી તાલુકામાં ઉનાળુ વાવેતર વિસ્તારમાં 167 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. જો કે, વર્ષ 2025માં સમગ્ર જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ વાવેતરમાં તલની પસંદગી વધુ કરી છે. નોંધનીય છે કે, ગત વર્ષ જિલ્લામાં 395 હેક્ટરમાં જ મગફળીનું વાવેતર કરાયું હતું જેની સામે આ વર્ષે 620 હેક્ટરમાં મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.___________________________તલનું સૌથી વધુ વાવેતરવર્ષ 2024માં જિલ્લામાં સૌથી વધુ તલનું 16659 હેક્ટરમાં, વાવેતર થયું છે. જયારે 746 હેક્ટરમાં બાજરી, 95 હેક્ટરમાં મગ, 50 હેક્ટરમાં અડદ,620 હેક્ટરમાં મગફળી, 918 હેક્ટરમાં શાકભાજી, 4617 હેકટર જમીનમાં ઘાસચારો અને 345 હેક્ટરમાં ગમ ગુવારનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.___________________________મોરબી જિલ્લામાં ઉનાળુ વાવેતરની બે વર્ષની તુલના___________________________તાલુકો વર્ષ 2024 વર્ષ 2025હળવદ 16328 17690 માળીયા(મી) 180 820 મોરબી 1962 1795 ટંકારા 1055 1575 વાંકાનેર 2417 2210___________________________