માળીયા : માળીયા તાલુકાના નાનાદહિંસરા ગામે સંત ખીમસાહેબ (જીનામ)ની જગ્યાએ તા. 29-4-2025ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનિક ઈશ્વરભાઈ ભલાણી, હભૂભા કેર, સાહિત્ય કલાકાર મેહુલસિંહ રાજપૂત અને મહંત માવજીભાઈ રાજા ભજનની રમઝટ બોલાવશે. તો આ સંતવાણીનો લાભ લેવા દરેક જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.તેમ યાદીમાં જણાવાયું છે.