મોરબી : મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવીની સમસ્યા યથાવત છે. શહેરના શનાળા રોડ પર સરદારબાગ સામે આવેલા સત્યમ પાન સામે ગટર ઉભરાઈ રહી છે જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સત્યમ પાન પાસે ગટર ઉભરાતા ગટરના પાણી રસ્તા પર ભરાયેલા રહે છે. ગટરની કુંડી અને પાણીના વાલ્વની કુંડીમાં ગટરના પાણી ભરાય રહેતા વાહનોના અકસ્માત પણ સર્જાય છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ પાણી ભરાય રહેવાના કારણે અનેક લોકો પડે છે અને ઘણા લોકોના હાથ-પગ ભાંગવાના બનાવો પણ બન્યા છે.