મોરબી : તાજેતરમાં જાહેર થયેલા JEE મેઈન 2025ના પરિણામમાં મૂળ નવા સાદુળકા અને હાલ મોરબી રહેતા દક્ષ પાંચોટીયાએ 99.95 PR મેળવીને સમગ્ર મોરબી જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યું છે.મોરબીના દિપકભાઈ ભાણજીભાઈ પાંચોટીયા તથા ભાવનાબેનના પુત્ર તેમજ નર્મદાબેનના પૌત્ર અને શ્રૃતિના ભાઈ દક્ષ પાંચોટીયાએ 99.99 PR મેળવીને સમગ્ર ભારતમાં આશરે 15 લાખ વિદ્યાર્થીઓમાંથી 822મો ક્રમાંક મેળવ્યો છે. દક્ષના માતા અને પિતા શિક્ષક છે. તેમણે દક્ષની કારકિર્દીમાં ફાળો આપનાર શાળા તથા શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે. દક્ષને આ રેન્ક મળતા તે દેશની કોઈપણ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. હાલ દક્ષ JEE એડવાન્સ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.