વાંકાનેર : હાલ ઉનાળાની ઋતુમાં લોકોને પાણીની તંગી ઉભી થતી હોય છે ત્યારે વાંકાનેર શહેરના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પ્રયત્નશીલ છે. લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહી તે માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મચ્છુ-1 ડેમ પર જઈને પાણીના પંપ અને લાઈનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જવાબદાર અધિકારીઓને જરૂરી ફેરફારો કરવા માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા અને લોકોને નિયમિત પાણી મળતું રહે તે માટે જણાવ્યું હતું.