વાંકાનેર : આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તારીખ 22 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન વાંકાનેરના માટેલ ગામ ખાતે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પ્રોજેકટ અભિમન્યુ અંતર્ગત ઢુવા સેજાનો ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન, નાયબ જિલ્લા આધિકારી એસ.ટી. ભટ્ટ, જિલ્લા પોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સામાજિક કાર્યકર્તા વાઘજીભાઈ, સરપંચ હર્ષદભાઈ તથા ગાયત્રી પરિવારમાંથી અશ્વિનભાઈ રાવળ, CDPO અલ્પાબેન કચાવા દ્વારા ગર્ભસંસ્કાર કરવામાં આવ્યું હતું. જેમાં 25 સગર્ભા બહેનો, તેમના પરિવારના સભ્યો, આંગણવાડી વર્કર બહેનો તેમજ ઘટક-2ના મુખ્ય સેવિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રોગ્રામ દ્વારા કાર્યક્રમની શાબ્દિક પ્રવચન, CDPO મેડેમ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી સૂચનો, પોષણ વિશેની માહિતી, THR પેકેટનું રોજિંદાજીવનમાં ઉપયોગ કરવાનું મહત્વ તેમાંથી મળતા પોષક તત્વો, આ સિવાય હરવી કસરતો, યોગ, ૐ દ્વારા મેડીટેશન, અને જીવનમાં તેની ઉપયોગિતા, આધ્યાત્મિક જીવનના મૂલ્યો, આવનાર ભાવી પેઢીના ઉચતર સંસ્કાર થાય, અને આજનું બાળક એ ભવિષ્યનો સારો નાગરીક બને એ હેતુસર જીલ્લા વિકાસ આધિકારી તથા અશ્વિનભાઈ રાવળ દ્વારા સગર્ભા માતાને સારું સંતાન પ્રાપ્ત થાય એ માટે માર્ગદર્શન આપવા આ ગર્ભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.