મોરબી : સામાન્ય રીતે શિયાળો અને ચોમાસામાં ધુમ્મસની ચાદર જોવા મળતી હોય છે. પરંતું આજે વહેલી સવારે મોરબી અને ટંકારા પંથકમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે વાતાવરણમાં થોડી ટાઢક થઈ હતી. જો કે ધુમ્મસના કારણે રોડ રસ્તા પર વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ધુમ્મસના કારણે વાહનચાલકોને વિઝિબિલીટી ઘટી હતી. જેના કારણે વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી હતી.