મોરબી : 20 એપ્રિલના રોજ આર્ય સમાજ લખધીરવાસ મોરબીના સ્થાપના દિન નિમિત્તે સવારે 9 કલાકે દિવ્ય વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ ધર્મવીરજીના બ્રહ્માપદે શરૂ થયો હતો.જેમાં કિશોરભાઈ શુક્લ દંપતિ (સાર્થક વિદ્યામંદિર) અને જયદીપસિંહ સિસોદીયા દંપતિ યજમાન પદે બિરાજ્યા હતાં. ત્યારબાદ સર્વે મહેમાનોનું સ્વાગત શબ્દ અને પવિત્ર ખેસ દ્વારા આર્ય સમાજ તરફથી કરવામાં આવ્યું હતું અને વિજયભાઈ રાવલ દ્વારા બુલંદ સ્વરમાં વિશ્વમાર્યમની સુંદર પ્રસ્તુતી કરાઈ હતી. આ દરમ્યાન બાર એસોસિએશન મોરબીના પ્રમુખ સી.પી.સોરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબીમાં નિસ્વાર્થ રૂપે ઘણા વર્ષોથી સેવાની સુગંધ ફેલાવનાર પ્રમાણિક વ્યક્તિઓ કિશોરભાઈ શુક્લ, ડો.હાર્દિક રાવલ (ફિઝિયોથેરાપિસ્ટ ગવર્નમેન્ટ હોસ્પિટલ), યાદવ સાહેબ (સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ), મણીભાઈ ગડારા (ગાયત્રી ચેતના કેન્દ્ર ), પ્રવિણભાઇ પરમાર બેંક કર્મચારી, ઘનશ્યામભાઈ ડાંગર (પુસ્તક પરબના પ્રણેતા), જયંતિભાઈ રાજકોટિયા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને સરસ્વતી શિશુ મંદિરના પ્રણેતા, અને ડો. તૃપ્તિબેન દવેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનપત્ર સ્વીકાર બાદ સર્વે પોતાના પ્રતિભાવ આપ્યો હતો. આ તકે કોલકત્તાના વૈદિક વિદ્વાન વિવેકાનંદજી આર્યએ તેમની અમૃતવાણી નો લાભ આપ્યો હતો. પ્રધાન ચુડાસમા અને અતિથિવિશેષ સી. પી. સોરીયાનું ઉદબોધન રહ્યું હતું. આ તકે મોરબીના લીડિંગ Eye આંખના સર્જન ડો. અંજનાબેન ગઢિયા પધાર્યા હતા. જેમનું બિંદુબેન શુક્લએ સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં પૂજ્ય આચાર્ય રામદેવજી ટંકારાના આશિર્વચન અને ધ્રાંગધ્રા આર્ય સમાજના મંત્રી જેરામભાઈ અને આર્ય સમાજ દક્ષિણ મોરબીમાંથી રામજીભાઈ બાવરવા ઉપસ્થિત રહી શોભા વધારી હતી. આ ઉપરાંત શિરીષભાઈ મેહતા દ્વારા આભારવિધિ, શાંતિપાઠ થયેલ, શબકુલ ભાઈ ત્રિવેદી, વિજયભાઈ રાવલ, વિજયસિંહ સિસોદીયા, અરવિંદભાઈ સામૈયા, યોગેશભાઈ પંડ્યા, પુષ્કરભાઈ જોશી તથા નરેન્દ્રભાઈ દોશી ટીમ ચુડાસમા સાહેબના માર્ગદર્શન નીચે કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન ઉદયભાઈ આર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અને ભોજન પ્રસાદ લીધા બાદ છૂટા પડ્યા હતા.