પુલવામાં હુમલા પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો : પહેલગામની ખીણમાં આતંકીઓએ ટુરિસ્ટોના નામ પૂછીને ગોળીએ વીંધી દીધા મોરબી : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે. આ ઘટના પહેલગામની ખીણમાં બની છે. જેમાં આતંકીઓએ ટુરિસ્ટોને તેના નામ પૂછીને ગોળીએ વીંધી દીધા છે. આ ઘટનામાં મૃત્યુઆંક 26એ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.સમાચાર એજન્સીઓ મુજબ 2019ના પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. મંગળવારે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં 26 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એક ઇટાલિયન અને એક ઇઝરાયલી પ્રવાસી અને બે સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. બાકીના પ્રવાસીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના છે. આ ઘટના મંગળવારે બપોરે લગભગ 2.45 વાગ્યે પહેલગામની બૈસરન ખીણમાં બની હતી. રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ એક પ્રવાસીને તેનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી. આ પછી તેઓ અન્ય પ્રવાસીઓ પર ગોળીબાર કરતા ભાગી ગયા. લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. વહીવટીતંત્રે આતંકવાદી હુમલામાં એકના મોતની જાણ કરી હતી, પરંતુ લગભગ 4 કલાક પછી સમાચાર એજન્સીએ 26 લોકોના મોતની જાણ કરી છે. આ ઘટનામાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ, સુરક્ષા દળોએ પહેલગામમાં હુમલો કરાયેલા વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટરથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છેઅનંતનાગ પોલીસે પ્રવાસીઓ માટે બે હેલ્પલાઇન નંબર 9596777669 અને 01932225870 જારી કર્યા છે. આ ઉપરાંત, વોટ્સએપ નંબર 9419051940 જારી કરવામાં આવ્યો છે. શ્રીનગર પોલીસ હેલ્પ ડેસ્ક ઇમરજન્સી નંબર 0194-2457543, 0194-2483651, એડીસી શ્રીનગર આદિલ ફરીદનો નંબર 7006058623 જારી કરવામાં આવ્યો છે.