વાંકાનેર : મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે 23 એપ્રિલ ને બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાશે.23 એપ્રિલના રોજ સવારે 9-30 થી 1-30 વાગ્યા સુધી કોઠી આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારના કેન્સરના રોગના નિદાન માટે યોજાનાર સ્ક્રિનિંગ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના કેન્સરના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા વાંકાનેર તાલુકાની જનતાને કોઠી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા જણાવાયું છે.