મોરબી : આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા મહિલા ટીમની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીંબડ અને તમામ મહિલા ટીમ હાજર રહ્યા હતાં. આ મિટીંગનાં અંતે મોરબી જિલ્લા મહિલા ટીમની વરણી કરવામાં આવી હતી. જેમાં મહિલા જિલ્લા ઉપપ્રમુખ તરીકે હરપ્રીતબેન રણજીતસિંહ ઓલખની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મીતલબેન આનંદભાઈ શર્મા અને તેજલબા રાણાને મહિલા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.