મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા ખાતે ખીજડિયા ચોકડી પાસે શાકભાજી લેવા માટે બાઈક ઉપર જઇ રહેલા જીતેન્દ્ર કરશનભાઇ પડાયા રહે.બંગાવડી વાળાને જીજે - 36 - એએલ - 8191 નંબરના કાર ચાલકે હડફેટે લઈ પગના ભાગે ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.