મોરબી : મોરબીમાં તા. 24-4-2025 ને ગુરુવારના રોજ મહાપ્રભુજીની બેઠક (સમાકાંઠે) પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ વલ્લભાચાર્યજીના 548મા પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 7 કલાકે પ્રબોધ સમય જાગ્યાના દર્શન, 7:30 કલાકે મંગલાના દર્શન, 8 કલાકે શૃંગારના દર્શન, બપોરે 1 કલાકે રાજભોગ દર્શન, બપોરે 3 કલાકે નંદમહોત્સવ અને તિલક દર્શન થશે. તેમજ બપોરના 3 થી સાંજે 7 કલાક સુધી પ્રાગટય દર્શન થશે. ત્યારે મોરબીની સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.