નિવૃત શિક્ષક, પોસ્ટ માતર અને ખેતીવાડી અધિકારી દ્વારા કરાતી અનોખી સેવા : ડુ ગુડ નામના ગ્રુપનું સંચાલન કરી શહેરમા કરાતી અનેકવિધ પ્રવૃત્તિમોરબી : આજના સમયે 60 વર્ષની નિવૃત્તિની ઉંમર બાદ મોટાભાગના લોકો આરામ પસંદ કરે છે ત્યારે મોરબીના ત્રણ નિવૃત મિત્રોએ ડુ ગુડ નામનું ગ્રુપ બનાવી ભુખ્યાને અન્ન અને પક્ષીને ચણ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પોતાના નિવૃત જીવનને પ્રવૃત્તિમય બનાવી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે.મોરબીના 71 વર્ષના નિવૃત શિક્ષક એમ.ટી. ગામી, 74 વર્ષના નિવૃત પોસ્ટ માસ્તર પી.એચ. અઢીયા અને 63 વર્ષના નિવૃત ખેતીવાડી અધિકારી મણિલાલ કાવર નામના ત્રણેય મિત્રોએ મળી પોતાના અન્ય 20 સાથી સભ્યોને જોડી તા. 01/06/2013 ના રોજ ડુ ગુડ નામનું ગ્રુપ શરુ કર્યું. શરૂઆતમાં દર મહિને 500 રૂપિયા એકત્ર કરી જુદી જુદી જગ્યાએ પક્ષીઓ માટે ચણ વિતરણ શરુ કર્યું હતું. આ કાર્ય આજે વટ વૃક્ષ થઇ ગયું છે અને ત્રણ મિત્રોના ગ્રુપમાં આજે 254 સભ્યો જોડાઈને દર વર્ષે 6000 રૂપિયા આર્થિક યોગદાન આપે છે.મોરબીના આ ત્રણેય યુવા વૃદ્ધ કહી શકાય તેવા મિત્રો હાલમાં શહેરમાં અલગ અલગ 12 જગ્યાએ દર મહીને અબોલ જીવો માટે 25000 રૂપિયાનું ચણ અને 13 જગ્યાએ દર મહિને 1,27,000 રૂપિયાનું કરિયાણું જરૂરતમંદ લોકોને આપી પશુઓ માટે નિરણ સહિત મહિને 1,27,000 નું યોગદાન આપે છે._____________________________ડુ ગુડ ગ્રુપ દ્વારા જરૂરત મુજબની સેવાત્રણ નિવૃત કર્મચારીઓના આ ગ્રુપ દ્વારા ગૌશાળા, વૃધ્ધાશ્રમ, મનોદિવ્યાંગ સંસ્થા સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએ સેવાકાર્ય કરવામાં આવે છે જેમાં જરૂરત મુજબ રોકડ, કરીયાણું, પૌષ્ટિક આહાર, નાસ્તો સહિતની જરૂરત મુજબ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે._____________________________મોરબીમાં 12 સ્થળે પક્ષીઓ માટે ચણનો સેવા યજ્ઞ1. સુપર માર્કેટ, નવા બસસ્ટેન્ડ2. બહુચર મેડિકલ સ્ટોર પાસે, જુના બસસ્ટેન્ડ3. નારણકા ગામે4. એલ.ઈ. કોલેજ પરિસર5. શુભમ ડિઝાઇનિંગ, ઓમ શાંતિ સ્કૂલ પાસે6. બીલીયા ગામે7. કાન સ્વામી જગ્યા , જીંજુડા8. હાઉસિંગ બોર્ડ ચબુતરો, શનાળા રોડ9. ખીમ સાહેબની જગ્યા, નાના દહીંસરા10. મોટા ભેલા ગામે 11. શ્રીજી હોલ પરિસરમાં ચણ12. શ્રી, પાશ્વ જીવદયા ગ્રુપ, શનાળા રોડ_____________________________ગૌશાળા અને વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાએ કરિયાણાની સેવા1. યદુનંદન ગૌ શાળા - કરિયાણું2. વૃદ્ધાશ્રમ - કરિયાણું3. વિકાસ વિદ્યાલય - કરિયાણું4. ગિરનારી ગૌશાળા - કરિયાણું5. ઓમ ગ્રુપ લખધીરવાસ - કરિયાણું6. ફ્રી ટિફિન સેવા, શનાળા રોડ - કરિયાણું7. ફ્રી ટિફિન સેવા - ત્રિકોણ બાગ પાસે - કરિયાણું8. ફ્રી ટિફિન સેવા - રવાપર રોડ - કરિયાણું9. મનોદિવ્યાંગ શાળા - નાસ્તો10. પ્રજ્ઞાચક્ષુ - લક્ષ્મીનગર - દૂધ11. સિવિલ હોસ્પિટલમાં સગર્ભા બહેનો માટે - પૌષ્ટિક આહાર 12. અંધ અપંગ ગૌશાળા , વાંકાનેર - રોકડ અનુદાન13. કર્તવ્ય જીવદયા કેન્દ્ર - રોકડ અનુદાન_____________________________