બે મહિના પૂર્વે થયેલી ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધાઇવાંકાનેર : વાંકાનેર શહેરની આશિયાના સોસાયટીમાં રહેતા મૂળ વઘાસિયા ગામના ખેડૂતના વઘાસિયા ગામ ખાતે આવેલ જુના ઘરમાં રાખેલ 152 મણ જીરું ભરેલા 60 કોથળાની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા બે મહિના જુના બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર આશિયાના સોસાયટીમાં રહેતા હબીબભાઈ વલીભાઈ માથકિયા ઉ.72 નામના ખેડૂતે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓના મૂળ ગામ વઘાસિયા ગામે 125 વિધા જમીન આવેલ હોય જેમાં જીરુનું વાવેતર કર્યા બાદ 700 મણ જીરું પાકયું હતું જે પૈકી અગાઉ જીરુનું વેચાણ કર્યા બાદ બાકી રહેતું 200 મણ જીરું વઘાસિયા ગામના મકાનમાં રાખ્યું હતું. તેમાંથી 60 બાચકા જીરું અંદાજે 152 મણ કિંમત રૂ.4,71,200 કોઈ અજાણ્યા તસ્કરો બે મહિનાના સમય દરમીયા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.