મોરબી : મોરબી શહેરની શાન ગણાતા નહેરુ ગેઈટ ચોકમાં સતત બીજા દિવસે ગટરના પાણી છલકાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ગઈકાલે પણ નેહરુ ગેઈટ ચોક ખાતે ગટરના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા ત્યારે આજે પણ રસ્તા ઉપર ગટરના પાણી ઉભરાયેલા રહેતા મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.નેહરુ ગેઈટ ચોક ખાતે અનેક દુકાનો આવેલી હોય અહીંયા દરરોજ મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે આવતા હોય છે. ત્યારે આ પ્રકારે રસ્તા પર ગટરના પાણી ભરાતા આવનાર લોકોને પણ મુશ્કેલી પડી રહી છે અને વેપારીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ નેહરુ ગેટ ચોકમાં ભરાયેલા ગટરના પાણી અંગે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા અને કરોડોનો વેરો વસૂલતી મોરબી મહાનગરપાલિકા ગટરના પાણી અને રોડ રસ્તા માટે કોઈ પગલાં લે તેમ જણાવ્યું હતું.