ડો. સતીષ પટેલના પૌત્ર અને ડો. નિશીથ પટેલના પુત્ર અમેય પટેલે ઓલ ઈન્ડિયામાં 1120મો રેન્ક હાંસલ કર્યોમોરબી : તાજેતરમાં જ JEE મેઈન 2025ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મૂળ બગથળાના અને મોરબીના વતની અમેય પટેલે JEE મેઈનની પરીક્ષામાં 99.93 PR મેળવીને સમગ્ર દેશમાં 14 લાખ 74 હજાર વિદ્યાર્થીઓમાંથી 1120મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. અમેય પટેલે આ પરીક્ષામાં સારો રેન્ક મેળવીને સમગ્ર પરિવાર, બગથળા ગામ અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.મહત્વનું છે કે, અમેય પટેલ મોરબીના જાણીતા ન્યૂરો ફિઝિશિયન ડો. નિશીથ પટેલના પુત્ર છે અને મોરબીના જુના અને જાણીતા બાળ રોગ નિષ્ણાત અને કોમન મેન ફાઉન્ડેશનન ફાઉન્ડર ચેરમેન ડો. સતીષ પટેલના પૌત્ર છે. આમ ડો. સતીષ પટેલની ત્રીજી પેઢી મેડિકલ ક્ષેત્રે આગળ વધી રહી છે. આ તકે અમેય પટેલના પિતા ડો. નિશીથ પટેલ, માતા વર્ષાબેન પટેલ, દાદા ડો. સતીષ પટેલે અમેયની કારકિર્દીમાં ફાળો આપના શિક્ષકો, મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે.