મોરબી : જે ખેડૂતોના 8-અ નકલમાં નામ હોય એ તમામને ખેતીવાડી તેમજ અન્ય વિભાગની બધી જ યોજનાનો લાભ લેવા માટે ભારત સરકારના એગ્રો સ્ટેક પ્રોજેકટ અંતર્ગત ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જે ખેડૂતોએ હજી સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ પોતાના ગામની ગ્રામ પંચાયત તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરવા માટે જમીનની ૮-અ નકલ, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ ફોન નંબર અને આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી. તેમ યાદીમાં જણાવાયું છે.