મોરબી : ધ્રાંગધ્રાના પીપળા ગામના વાલીબેન વાલજીભાઇ ચાવડા ઉ.વ.65 ગઈકાલે તા.20ના રોજ મોરબોના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામેના રોડ ઉપરથી ગુમ થયા છે. આ બાબતે સિટી એ ડિવિઝન પોલીસને પણ અરજી કરવામાં આવી છે. જે કોઈને આ વૃદ્ધા જોવા મળે તો યુવરાજભાઈ મો.નં. 96384 44780 અથવા હિતેશભાઈ મો.નં. 76210 59380 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.