મહાપાલિકા દ્વારા પુસ્તક દિન નિમિત્તે વાંચનપ્રેમી જનતા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન : સાંજે 5 વાગ્યે કાર્યક્રમ થશે શરૂ : પ્રવેશ નિઃશુલ્ક રહેશેમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આગામી તા.23ના રોજ વાંચવું એટલે જગત જીતવું કાર્યક્રમ યોજાનાર છે. જેમાં જાણીતા વક્તા એવા જય વસાવડા પણ હાજરી આપી પોતાના અનુભવોનો નિચોડ રજૂ કરવાના છે. મોરબી મહાપાલિકા દ્વારા તા.23 એપ્રિલના રોજ વાંચનપ્રેમી જનતા માટે પુસ્તક દિવસને લઈને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેસરબાગ ખાતે વાંચવું એટલે જગત જીતવું નામનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પુસ્તકના મહત્વ વિશે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા થશે.પીઢ પુસ્તક પ્રેમીઓ આ વેળાએ ઉપસ્થિત રહી પોતાના અનુભવો વ્યકત કરશે. આ કાર્યક્રમમાં જાણીતા વક્તા જય વસાવડા પણ ઉપસ્થિત રહેવાના છે. તેઓ પુસ્તક વાંચનથી શુ ફાયદા થાય તે સહિતના મુદ્દાઓ ઉપર પોતાનું વક્તવ્ય આપશે. આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે શરૂ થવાનું છે. જેમાં એન્ટ્રી નિઃશુલ્ક છે. તો તમામ મોરબીવાસીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.