મોરબી : આવતી કાલે તારીખ 21-04-2025ને સોમવારના રોજ સવારે 9-30 કલાકે હરિદ્વારથી ભારત ભ્રમણ કરતી કરતી આવી રહેલી ' ઓધવજ્યોત ' મોરબીના આંગણે પધારશે. આ દરમ્યાન જ્યોતનું સામૈયું , સન્માન અને દર્શન કરવા માટે આપણે સૌ ભેગા થઈ ઓધવજ્યોત ને આપણા આંગણે વધાવશે. આ જ્યોતમાં સર્વે ભાઈઓ (ONLY GENTS) સનાળા ગામ ઓધવજ્યોત નું D.J. ના સંગાથે બાઈકરેલીથી સામૈયું કરવામાં આવશે. તથા સર્વે માતાઓ બહેનો અને વડીલો ભક્તિ નગર સર્કલ ચોકડી પાસે ઊભા રહી આ રેલીમાં જોડાશે. અને ત્યાંથી બધા ઓધવજ્યોત સાથે D.J.ના સંગાથે રમતા રમતા આપણે ક્રિષ્ના હોલે ઓધવજ્યોતનું સ્વાગત કરશે . ત્યારે સર્વે ભાઈઓ-બહેનો દર્શનનો લાભ લેવા અચૂક પધારવા, ઓધવ રાસની પણ મોજ માણવા અને બપોરે ઓધવ પ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.