'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાન અંતર્ગત સ્પર્ધાનું આયોજન : સ્પર્ધા સામાકાંઠે કેસર બાગ પાસે સાર્થક વિદ્યામંદિરે યોજાશે, રજિસ્ટ્રેશનનો સમય સવારે 8 વાગ્યાનો રહેશેમોરબી : મોરબી અપડેટ અને મોરબી જિલ્લા પોલીસ દ્વારા તા. 24 એપ્રિલના રોજ 'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાન અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધા સામાકાંઠે કેસર બાગ પાસે આવેલી સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાશે. રજિસ્ટ્રેશનનો સમય સવારે 8 વાગ્યાનો રહેશે. સ્પર્ધા 8:30 વાગ્યે શરુ થશે અને 10:30 સુધી એટલે કે બે કલાકનો સમય આપવામાં આવશે.ચિત્રસ્પર્ધાના નિયમો :● ડ્રગ્સને ડીલીટ કરીએ ચિત્રસ્પર્ધામાં ડ્રગ્સની જાગૃતિ અંગેના ચિત્રો જ દોરવાના રહેશે...● આ ઉપરાંત તમાકુ, સિગરેટ અને પાન-મસાલા જેવા અન્ય કોઈ વ્યસન લેવા નહિ માત્ર ડ્રગ્સ ઉપર જ ચિત્રો દોરવા● ચિત્ર ક્યાય પણ (મોબાઈલ કે ફોટા) જોઈને દોરવા દેવામાં આવશે નહિ, જાતે જ દોરવાનું રહેશે● ચિત્ર દોરવા માટે અહીંથી માત્ર ડ્રોઈંગ શીટ A3 સાઈઝની તમને આપવામાં આવશે તમારે પેન્સિલ અને ચિત્ર બનાવવા માટે જરૂરી સામાન, કલર જાતે લઈને આવવાનું રહેશે● ચિત્ર દોરવા માટે તમને બે કલાકનો સમય મળશે.● સ્પર્ધાસ્થળે સમયસર ઉપસ્થિત થઇ જવું જરૂરી છે મોડા આવનારને પાછળથી વધુ સમય મળશે નહિ ● સ્પર્ધાનો નિર્ણય ચિત્ર વિષયને કેટલું અનુરૂપ છે, કલર કોમ્બિનેશન, રંગપૂરણી, સ્વચ્છતા અને ઓવરઓલ ચિત્ર ઉપર આધારિત રહેશે● નિર્ણાયકનો નિર્ણય અંતિમ રહેશે અને સૌને બંધનકર્તા રહેશે