મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગુરુકૃપા ટ્રેડિંગ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અમરનાથ સુખદેવભાઈ તાંતી ઉ.31 નામના શ્રમિક ગત તા.17ના રોજ કામ કરતા હતા ત્યારે અચાનક ઉલટી થયા બાદ રુમે જઈ સુઈ ગયા હતા. જે બાદ તા.18ના રોજ સવારે જમવા તથા કામે જવા માટે જગાડવા જતા બેભાન હાલતમાં હોય સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.