હાલ મચ્છું-3 ડેમ સંપૂર્ણ રીતે ભરેલો હોવાથી નવા પાણી માટે જગ્યા કરવા તા.21થી 939 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાશેમોરબી : મચ્છુ-2માંથી ફરી પાણી છોડવાની જરૂરિયાત હોવાથી મચ્છ-3 ડેમનો એક દરવાજો તા.21થી ખોલી પાણી છોડવામાં આવશે. જેથી હેઠવાસના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. મચ્છુ-2 ડેમના દરવાજા રીપેર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ દરમિયાન બીજા સ્પેરવેલમા કામ શરૂ કરવા માટે લેવલ ડાઉન કરવા તા. 23ની આસપાસ મચ્છુ 2 ડેમમાંથી પાણી ફરી છોડવામાં આવશે. આ પાણી મચ્છુ-3 ડેમમાં જતું હોય, પણ હાલ આ ડેમ તેની પૂર્ણ સપાટી પર ભરેલો હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત છે. જેથી તા.21ના રોજ મચ્છુ-3 ડેમનો 1 ગેટ 1 ફૂટ ખોલવામાં આવશે અને 939 ક્યુસેક પાણી છોડવામાં આવશે.જેથી મોરબી તાલુકાના (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (૩) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાદુળકા (૭) સ્વાપર (નદી) (૮) ગુંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બહાદુરગઢ (૧૩) સોખડા, માળિયા(મીં) તાલુકાના (૧) દેરાળા (૨) મેઘપર (૩) નવાગામ (૪) રાસંગપર (૫) વિરવદરકા (૬) માળિયા(મીં) (૭) હરીપર (૮) ફતેપર સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.