મોરબી : મોરબીમાં પરિવારથી વિખુટા પડેલા બાળકનું ટ્રાફિક પોલીસ દ્વારા પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે ટ્રાફિક પોલીસનો આભાર માન્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક બાળક પરિવારથી વિખુટુ પડી ગયું હતું. આ બાળક ટ્રાફિક પોલીસને મળતા તેમના વાલીની તપાસ કરી તેને શોધી ટ્રાફિક પોલીસના પીએસઆઇ ડી.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ ટી.આર.બી. જવાન નીતિનભાઈ પ્રજાપતિ દ્વારા આ બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું હતું.