ટંકારા : ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 6 થી 12ની વિદ્યાર્થિનીઓ દ્વારા બાય સ્ટુડન્ટ્સ ફોર સ્ટુડન્ટ્સ થીમ અંતર્ગત બિઝનેસ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપડા, હેન્ડીક્રાફ્ટ, ખાણીપીણી, માટીકામ ,જ્વેલરી ઇમિટેશનરી વગેરે સ્ટોલ વિદ્યાર્થિનીઓ દ્વરા ઉભા કરવામાં આવ્યા હતા.સ્ટોલમાંથી એકઠી થયેલી નફાની રકમ વિદ્યાર્થિનીઓએ પોતાના માટે વાપરવાને બદલે અન્યને મદદરૂપ થવા માટે નક્કી કર્યું હતું. તેથી પોતાના જેવા અન્ય વિદ્યાર્થીઓને આ કમાણીમાંથી ચોપડા અને પેનનું ટંકારા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે વિતરણ કર્યું હતું. આ ઉપરાંત નાનકડી ભેટ રકમ ટંકારા તાલુકામાં આવેલી અને બીમાર ગાયોની સેવા કરતી ગૌશાળાને પણ અર્પણ કરી હતી. વિદ્યાર્થિનીઓના આ સામાજિક સેવા કાર્યમાં ભાગીદાર થવાના વિચાર બદલ ટ્રસ્ટ પરિવાર અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.