રાજકોટ : પશ્ચિમ રેલ્વેના બીલીમોરા-અમલસાડ રેલ ખંડમાં એન્જિનિયરિંગ કાર્ય માટે 4 કલાક 30 મિનિટનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં 21 એપ્રિલ, 2025ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને 2 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે. 22 એપ્રિલ, 2025 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસને 2 કલાક 30 મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે. 22 એપ્રિલ, 2025ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નં. 19015 દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.