મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કન્ટેનર ડેપો તરફ જવાના રસ્તેથી આરોપી જાકીરહુસેન અકબરભાઈ માલાણીને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1372 તેમજ એક મોબાઈલ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા દારૂની આ બોટલ આરોપી આમીન કાજેડીયા રહે.ચરાડવા, તા.હળવદ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.