એનસીડી દિવસ નિમિત્તે વિવિધ રોગોનું નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે કરાશેમોરબી : મોરબી મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે સવારે 9-30 થી 12-30 સુધી એન.સી.ડી. (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) દિવસની ઉજવણી કરવામા આવશે. જેમાં હાઇપરટેંશન, ડાયાબિટીસ વગેરે રોગોનું નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે કરી આપવામા આવશે. તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.હાલના સમયમા બિનચેપી રોગો જેમ કે હાઇપરટેંશન, ડાયાબિટીસ વગેરેનું પ્રમાણ વધ્યું હોય 30 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિઓએ વર્ષમા એકવાર નોન કોમ્યુનિકેબલ ડીસીઝ માટે તપાસ અવશ્ય કરાવવી જોઇએ જે માટે આપની નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. દર શુક્રવારે મોરબીના (1) અર્બન પ્રા.આ.કે. ગોકુલનગર ગોકુલનગર, શનાળા બાયપાસ પાસે (2) અર્બન પ્રા.આ. વીસીપરા ફુલછાબ કોલોની, વીસીપરા (3) અર્બન પ્રા.આ.કે. લીલાપર રોડ પરષોતમ ચોક, રવાપર રોડ (4) અર્બન પ્રા.આ.કે. સો ઓરડી જીલ્લા પંચાયત સામે, સો ઓરડી (5) અર્બન પ્રા.આ.કે. વાવડી રોડ, આશાપુરા પાર્ક, વાવડી રોડ (6) આયુષ્માન આરોગ્ય મંદિર આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે (7) આયુષ્માન આરોગ્ય મંદિર રોહીદાસપરા રોહીદાસપરા, વીસીપરા (8) આયુષ્માન આરોગ્ય મંદિર બોરીયાપાટી બોરીયાપાટી, કેનાલ રોડ (9) આયુષ્માન આરોગ્ય મંદિર ગૌશાળા, ગૌશાળા સામે, લીલાપર રોડ (10) આયુષ્માન આરોગ્ય મંદિર વિદ્યુતનગર, વિદ્યુતનગર, મોરબી-2 (11) આયુષ્માન આરોગ્ય મંદિર શક્તિ સોસાયટી, શક્તિ સોસાયટી, મોરબી-2 (12) આયુષ્માન આરોગ્ય મંદિર રાજનગર, રાજનગર, પંચાસર રોડ (13) આયુષ્માન આરોગ્ય મંદિર કુબેરનગર કુબેરનગર, વાવડી રોડ ખાતે આ સારવાર અને નિદાન વિનામૂલ્યે થશે.