મોરબી : મોરબી જિલ્લાના આમરણ ખાતે તા. 20-4-2025 ને રવિવારના રોજ સડકવાળી મેલડી માતાજીનો નવરંગ માંડવો તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 20 એપ્રિલના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સવારે 8 કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરે 1 કલાકે બીડુ હોમવાનું મુહૂર્ત, સાંજે 4 કલાકે માતાજીના સામૈયા, સાંજે 6 કલાકે મહા પ્રસાદ, રાત્રે 9 કલાકે પંચના ભુવા રમેશભાઈ સવજીભાઈ (બહુચરાજી તથા ધાવડી માતાજીના ભુવા), કલમના ભુવા બાબુભાઇ ભુવાભાઈ (મોમાઈ માતાજીના ભુવા), રાવળદેવ સહદેવભાઈ (ટંકારવાળા) દ્વારા ડાકની રમઝટ બોલાવવામાં આવશે. તથા તા. 21-4-2025ને સોમવારના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી ઉથાપન કરવામાં આવશે. તો આ શુભ પ્રસંગે માંડવાના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.