મોરબી : મોરબીના નેશનલ હાઈવે 8A પર લાલપર ગામ પાસે રસ્તાની વચ્ચો વચ્ચ એક ટ્રક બંધ થઈ જતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. રસ્તાની વચ્ચે જ ટ્રક બંધ પડી જતાં આખો રસ્તો બંધ થઈ ગયો હતો. જેના કારણે અન્ય વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયા હતા. જોકે સર્વિસ રોડ પર પણ ટ્રાફિકજામ થઈ ગયો હતો. લાલપરથી લઈને છેક જાંબુડિયા સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી. આશરે 4 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામ થવા છતાં રસ્તા પરથી બંધ પડેલો ટ્રક ન હટાવવામાં આવતા હજુ પણ વધુ ટ્રાફિકજામ થવાની સંભાવના છે.