મોરબી : સ્વ.સવિતાબેન હંસરાજભાઇ દેત્રોજાની ઉત્તરક્રિયા પ્રસંગે 16 એપ્રિલના દિવસે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુ લાભ દે હોલ મોરબીમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 80 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. સવિતાબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. બ્લડ કેમ્પને સફળ બનાવવામાં ભરતભાઈ દેત્રોજા, મનસુખભાઈ દેત્રોજા, જયસુખભાઈ દેત્રોજા, હર્ષદભાઈ દેત્રોજા અને દેત્રોજા પરિવારે જહેમત ઉઠાવી હતી. ઉત્તરક્રિયામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી દેત્રોજા પરિવારે સમાજને પ્રેરણા આપી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને દેત્રોજા પરિવારનો આભાર માન્યો હતો.