સામાજિક આગેવાન હબીબ ઈશાભાઈ અબ્રાણીના નેજા હેઠળ તમામ નગરજનોને જોડાવવા અપીલ ટંકારા : ગામ પંચાયતમાંથી ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેને રદ કરવા માટે આગામી તારીખ 21/4/2025 ને સોમવારે ટંકારાના સામાજિક આગેવાન હબીબ ઈશાભાઈ અબ્રાણીના નેતૃત્વમાં ટંકારા ગામ સાથે થયેલ અન્યાય, ટંકારાને તાલુકાની સુવિધા આપી નથી શક્યા તેમજ ટંકારા વસ્તીની દ્રષ્ટિએ પણ ટંકારા નગરપાલિકા થતી નથી. જેથી સરકાર દ્વારા પ્રજા વિરુદ્ધ લેવાયેલા નિર્ણય સામે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી સોમવારે સવારે 10 વાગ્યે લતીપર ચોકડી ખાતે ઓવરબ્રિજથી શરૂ થઈ દેરીનાકા રોડથી મેઈન બજાર, મોરબી નાકેથી મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદન આપવામાં આવશે. આ તકે ટંકારા ગ્રામજનો તેમજ વેપારી મિત્રોને પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલીમાં જોડાવવા વિનંતી કરવામાં આવી છે.