મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 19 એપ્રિલ ને શનિવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, સુવાદાણા, મેથી, તુવેર, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1828 ક્વિન્ટલ એટલે કે 9140 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 570 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 150 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4640 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1475 બોલાયા છે. તલના 1904, જીણી મગફળીના પ્રતિમણ 976, સુવાદાણાના 1834, મેથીના 900, તુવેરના 1341, ચણાના 1070, એરંડાના 1208, રાયના 1209 અને રાયડાના 1031 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3200 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.