ટંકારા : હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા ટંકારામાં તા. 3-5-2025 ને શનિવારના રોજ આંબેડકર હોલ ખાતે ઓપન ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા રામ મહેતા અને ટંકારાના કલાપ્રેમી આસ્તાનાબેન તથા ઘનશ્યામસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ ડાન્સ કોમ્પિટિશનમાં A-ગૃપ 4 થી 10 વર્ષ, B-ગૃપ 11 થી 20 વર્ષ, C-ગૃપ 21 વર્ષથી ઉપરના તમામ સ્પર્ધકો ભાગ લઈ શકશે. દરેકને સંસ્થા તરફથી શિલ્ડ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે. ટંકારામાં સૌ પ્રથમ વખત કલાપ્રેમી અને ફેડરેશનના સભ્ય આસ્તાનાબેન આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે. બાળકોમાં રહેલી કલાનો વિકાસ થાય તેનામાં રહેલો ટેલેન્ટને રજુ કરવાનો ચાન્સ મળે અને બાળકોમાં વિશ્વાસ ઉભો થાય તે માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા તેમજ વધુ માહિતી માટે આસતાનાબેન મો. નં. 7069309709 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.