મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે 16 એપ્રિલના રોજ મોરબી ઘટક-2ના ભરતનગર સેજાના લક્ષ્મીનગર ગામે હનુમાનજીના મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગર્ભ સંસ્કાર વિધિમાં 15 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમામાં મોરબી ઘટક-2ના મુખ્યસેવિકા, ભરતનગર PHC સેન્ટરનો આરોગ્ય સ્ટાફ, તાલુકા પંચાપતના સભ્ય, ગ્રામ પંચાયતના સરપંચ, સ્કૂલના શિક્ષકો, આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા તાલુકા પંચાયતના સભ્ય હર્ષદભાઈ, સરપંચશ્રી બાલકૃષ્ણભાઈ, મંત્રી વિમલભાઈ, સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ (ચોખ્ખા ઘીની સુખડી અને દાળીયા) વિતરણ કરવામાં આવ્યા હતા.