મોરબી : મોરબીના સિરામિક વેપારીનો રૂ.દોઢ લાખનો ચેક પરત ફરવાના પ્રકરણમાં નામદાર કોર્ટ દ્વારા એક વર્ષની સજા અને સાથે દંડ સાથેની રકમ ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મોરબીના પેરા સીરામીકના પ્રોપ્રાઈટર રૂપેશ કાંતીલાલ પનારા પાસેથી સેન્ટો સેનીટરીવેર્સના વેપારી રાજેન્દ્રભાઈ પ્રભુલાલ ભુવાએ સેનીટેરી આઈટમ ઉધારે ખરીદ કરેલ હતી. જેની લેણી રકમ પૈકીની રકમ રૂા. ૧,૫૦,૦૦૦નો ચેક તા.૨૦/૯/૨૦૨૨નો પેરા સીરામીક નામનો ઈસ્યુ કરેલ હતો. જે ચેક બેન્કમાં રજુ કરતા ફન્ડસ ઈનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદી રુપેશ કાંતીલાલ પનારાએ રાજેન્દ્રભાઈ પ્રભુલાલ પનારા સામે મોરબીની નામદાર ફોજદારી અદાલતમા નેગો.ઈ.એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કરી હતી. તે ફરીયાદ ચાલી જતા ફરીયાદપક્ષની કાયદાકીય અને ધારદાર દલીલો ધ્યાનમાં લઈને તહોમતદાર રાજેન્દ્રભાઈ પ્રભુલાલ ભુવાને એક વર્ષની સજા તેમજ ચેકની ડબલ રકમ રૂા.૩,૦૦,૦૦૦નો દંડ અને તેમાથી ફરીયાદીને ચેકની રકમ અને ફરીયાદ દાખલ તારીખથી ચુકવણા તારીખ સુધીનુ ૯% વ્યાજ સહીત રકમ ચુકવવાનો મોરબીની નામદાર અદાલતે તા.૧૬/૪/૨૦૨૫ ના રોજ હુકમ કરેલ છે.ફરીયાદ પક્ષ તરફથી મોરબીના ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે.જોષી એડ્વોકેટ તરીકે રોકાયેલા હતા.