વાંકાનેર : વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ નયારા પેટ્રોલપંપ નજીકથી પરબતભાઇ નારણભાઇ ગમારા રહે.કાલાવડી ઢોયડી,રાજાવડલા ગામ નામના યુવાનનું રૂપિયા 87 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.