મોરબી : મોરબીના રાપર ગામે આગામી તારીખ 23 એપ્રિલ થી 25 એપ્રિલ સુધી રામચંદ્ર પરિવર, રાધાકૃષ્ણ અને મહાદેવજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.સમસ્ત રાપર ગામ દ્વારા રામચંદ્ર પરિવાર, રાધાકૃષ્ણ અને દેવાધિદેવ મહાદેવજીનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યારે તારીખ 23 એપ્રિલ થી 25 એપ્રિલ સુધી આ નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાનાર યજ્ઞના આચાર્ય પદે ખાખરેચીવાળા દુષ્યંત મહારાજ બિરાજશે. 25 એપ્રિલના રોજ બપોરે 12-45 કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. બપોરે 1 કલાકે ધ્વજા કળશ રોહણ થશે, બપોરે 1-15 કલાકે અન્નકૂટ મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરાયું છે. 23 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે રાસ ગરબા અને 24 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ભજન સમ્રાટ ગોપાલ સાધુ ઉપસ્થિત રહેશે.