ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને અન્ય વાહનોનું ધૂમ વેચાણ : છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં 1,64,850 વાહનોનું વેચાણ થયુંમોરબી : મોરબી : સીરામીકનગરી મોરબીમાં વાહનનો જબરો ક્રેઝ છે,કોઈપણ કંપનીના નવા વાહનો ખરીદવામા મોરબી જિલ્લો અગ્રેસર રહ્યો છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં નવા 1,64,850 વાહનો રોડ ઉપર દોડતા થયા છે, સાથે જ આરટીઓ કચેરી દ્વારા પાછલા પાંચ વર્ષમાં કુલ1,39,308 નવા લાયસન્સ પણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. એકંદરે જોઈએ તો છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સરેરાશ દરરોજ 90થી 100 જેટલા નવા વાહનોનું વેચાણ થાય છે.મોરબી જિલ્લો ઉદ્યોગ અને ખેતીને કારણે આર્થિક રીતે ખુબ જ સમૃદ્ધ હોવાની સાથે મોરબીની રંગીલી પ્રજા નવા વાહન ખરીદવામાં પણ અગ્રેસર છે. મોરબી જિલ્લામાં દરરોજ સરેરાશ 90થી 100 વાહનોનું વેચાણ થાય છે. મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં મોરબી જિલ્લામાં કુલ 1,64,850 નવા વાહનોની નોંધણી થઇ છે સાથે જ પાંચ વર્ષમાં કુલ1,39,308 નવા લાયસન્સ પણ ઈશ્યુ કરવામાં આવ્યા હોવાનું તેમને જણાવ્યું હતું.ઔધોગિક વિકાસને કારણે મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર વાહનોની સાથે જ હેવી વાહનોની સંખ્યા પણ ખુબ જ મોટા પ્રમાણમાં હોવાથી મોરબી આરટીઓ કચેરીને વર્ષ દરમિયાન વાહન નોંધણી ફીની સાથે સાથે રોડ ટેક્સ સહિતની આવક પણ મોટા પ્રમાણમાં થાય છે. વર્ષ 2023-24માં મોરબી આરટીઓને 124.60 કરોડ રૂપિયા અને વર્ષ 2024-25માં આરટીઓ કચેરીને 122.43 કરોડ રૂપિયાની આવક થઇ હોવાનું તેમને જણાવ્યું હતું.______________________છેલ્લા પાંચ વર્ષના વાહન વેચાણવર્ષ વાહન 2020 - 24,5992021 - 27,9272022 - 32,8552023 - 40,1932024 - 39,276કુલ - 1,64,850______________________છેલ્લા પાંચ વર્ષમાં આરટીઓને આવકવર્ષ રૂપિયા2020-21 - 66.46 કરોડ2021-22 - 87.47 કરોડ 2022-23 - 110.60 કરોડ 2023-24 - 124.60 કરોડ2024-25 - 122.42 કરોડકુલ - 511.55 કરોડ______________________છેલ્લા પાંચ વર્ષમાં ઇસ્યુ કરેલ પાકા લાઇસન્સવર્ષ લાયસન્સ 2020 - 31,1412021 - 26,3962022 - 25,4532023 - 27,7732024 - 28,545કુલ - 1,39,308______________________