50થી વધુ દેશોના 700થી પણ વધુ ઇન્ટરનેશનલ ડેલીગેટ્સ અને 20 હજારથી વધુ ડોમેસ્ટિક બાયર્સ પધાર્યા : એક્ઝિબીટર્સને ભવ્ય પ્રતિસાદ મળતા હવે બીજી એડિશનની આતુરતાપૂર્વક રાહરાજકોટ : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ગઈકાલે દબદબાભેર સમાપન થયું છે. આ એક્સપોમાં ફોરેન ડેલીગેટ્સ અને ડોમેસ્ટિક બાયર્સ તરફથી ભવ્ય પ્રતિસાદ મળ્યો હોવાથી હવે એક્ઝિબીટર્સ બીજી એડિશનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું તા.13ના રોજ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારિયા સહિતના અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી હતી. આ વેળાએ બહામાસ સરકારના ગૃહ મંત્રીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ પણ પધાર્યું હતું. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલ દ્વારા સ્ટોલ્સની મુલાકાત લઈ એક્ઝિબીટર્સ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. કજારિયા સિરામિક્સના મેનેજિંગ ડિરેક્ટર અને આઇસીસીટીએએસના પ્રમુખ ઋષિ કજારિયાએ પણ અંતિમ દિવસે એક્સપોમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓએ આયોજકો સાથે આગામી એડિશન અંગેની પણ જરૂરી ચર્ચા- વિચારણા કરી હતી. આ એક્સપો બી ટુ બી, બી ટુ જી, જી ટુ જી, એ ટુ જી નેટવર્કિંગ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ બન્યું હતું. આ એક્ઝિબિશન દરમિયાન આકર્ષણ જગાવનાર સ્ટોલને વિશેષ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આ એક્સપોના ચારેય દિવસો દરમિયાન વિઝિટર્સની સતત ભીડ જોવા મળી હતી. એક્સપોમાં 50થી વધુ દેશોના 700થી વધુ ફોરેન ડેલીગેટ્સ, 20 હજાર જેટલા ડોમેસ્ટિક વિઝિટર્સ અહીંના 5 રાજ્યોના 200થી વધુ એક્ઝિબીટર્સની પ્રોડક્ટસ નિહાળી અભિભૂત થયા હતા. આ એક્સપો થકી બહામાસ, લેટિન અમેરિકા, પશ્ચિમ આફ્રિકા, ઓશનિયા વગેરે જેવા નવા દેશોના બજારો ખુલ્યા છે. આ એક્સપોમાં નિકાસ, આયાત, જ્ઞાન વહેંચણી, તાલીમ અને કૌશલ્ય નિર્માણ, સંગઠન-થી-સંસ્થા ભાગીદારી વગેરે માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. આ એક્સપોમાં આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી રૂરકી જેવી સંસ્થાઓના યુવાનોના 20થી વધુ સ્ટાર્ટઅપના સ્ટોલ હતા. વિઝિટર્સમાં આ સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સિલ એટલે કે નારેડકોએ એ જ્ઞાન વહેંચણી અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા માટે પેનલ ચર્ચાઓ અને સેમિનારોની શ્રેણીનું આયોજન કર્યું હતું. સીઆઈએ દ્વારા પણ ખાનગી ક્ષેત્ર અને સરકારને સંલગ્ન મહાનુભાવોને વક્તવ્ય આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઇસીજીસી, બેંકો, નિકાસ પ્રમોશન કાઉન્સિલ વગેરે મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોને કેવી રીતે પ્રોત્સાહન આપવું અને નિકાસ કેવી રીતે વધારવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.___________________વન નેશન વન એક્સપોના સૂત્રને સાર્થક કરતા આ એક્સપોને કેન્દ્રીય મંત્રીઓએ પણ બિરદાવ્યોવાયબ્રન્ટ બિલ્ડકોન ડિરેકટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્દ્રભાઈ કથીરિયા, વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય, કેપેક્સિલના અધ્યક્ષ રમેશ મિત્તલ, કેપેક્સિલના વાઇસ ચેરમેન અને મેમ્બર બોર્ડ ઓફ ટ્રેડ (ભારત સરકાર)ના મેમ્બર નિલેશ જેતપરિયા, કેપેક્સિલના પ્રદેશ કમિટી મેમ્બર નરેન્દ્ર સંઘાત અને બ્લુઝોનના મેનેજિંગ ડિરેકટર મનોજભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ આ એક્સપોને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે. વન નેશન વન એક્સપોના સૂત્રને સાર્થક કરતા આ એક્સપોને કેન્દ્રીય મંત્રીઓએ પણ બિરદાવ્યો છે.___________________એક્સપોની પહેલી જ એડિશનમાં એક્ઝિબીટર્સને જોરદાર રિસ્પોન્સ મળ્યો આ એક્સપોમાં મોટાભાગના એક્ઝિબીટર્સને તેમની અપેક્ષાથી પણ સવાયો રિસ્પોન્સ મળ્યો છે. આ એક્ઝિબીટર્સે હવે બીજી એડિશન જલ્દી લઈ આવવા આયોજકો સમક્ષ પોતાની લાગણી મૂકી છે. વધુમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ અને મનસુખ માંડવિયાએ પણ દર વર્ષે આ એક્સપો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આયોજકોએ પણ ટૂંક સમયમાં આનાથી પણ ભવ્ય આયોજન સાથેની બીજી એડિશન અંગેની જાહેરાત કરવાનું એલાન કર્યું છે.___________________