માળિયા (મિયાણા) : નાનાભેલા ગામ સમસ્ત દ્વારા 13 માર્ચના રોજ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં 70 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં સરપંચ ભાવેશભાઈ કાવર, તુષારભાઈ કાવર, જીગ્નેશભાઈ કાવર, ગૌરવભાઈ કાવર, અર્જુનભાઈ કાવર, ડો. વિપુલભાઈ કાવર અને સમગ્ર નાનાભેલા ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. નાના ભેલા ગામના યુવાનોએ રામેશ્વર મહાદેવનું મંદિર ભવ્ય અને અદભુત વિશાળ પટાંગણમાં બનાવ્યું છે. ત્રણ દિવસના ભવ્ય ઉત્સવમાં મૂર્તિ પ્રતિષ્ઠા, યજ્ઞ, શોભાયાત્રા, રક્તદાન કેમ્પ, લોક ડાયરો, 3 દિવસ ગામસમસ્ત સમૂહ ભોજન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રક્તદાતાઓ, સરપંચ, આયોજકો અને સમગ્ર નાનાભેલા ગામના પ્રજાજનોનો આભાર માન્યો હતો.