મોરબી : કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે 30 એપ્રિલ-2025 બાદ રેશનકાર્ડના લાભો ચાલુ રાખવા e-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. આ તમામ કેટેગરીના રેશનકાર્ડ ઘારકોને લાગુ પડશે. ભારત સરકારે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 100% e-KYC પૂર્ણ કરવા જણાવ્યું છે. જો સમયમર્યાદામાં e-KYC પૂર્ણ નહીં થાય તો સબસિડી હોલ્ડ થઈ શકે છે. તેમજ સરકારના અન્ય લાભો માટે પણ e-KYC આવશ્યક છે. નીચેની વિગતે રેશનકાર્ડઘારકો e- KYC કરી શકે છે.આથી રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરે બેઠાં 'MY RATION' મોબાઈલ એપ્લિકેશન થકી e- KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર-ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E, Post Office તથા વાજબી ભાવના દુકાનદાર પાસેથી e- KYC કરી શકે છે. તેમજ નજીકના વ્યાબી ભાવના દુકાનદાર મારફતે 'PDS+' મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર' આધારિત ફેસ ઓથેન્ટિકેશન' દ્વારા આમ બે રીતે e-KYC કરાવી શકે છે.ખાસ ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ધારકે e- KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e- KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરે બેઠાં e-KYC કરી શકે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. તેમજ જે રેશનકાર્ડ ઘારકોના ખોટા આઘાર સીડીંગ થયેલ છે તેઓ નજીકના વ્યાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર ઓફિસ પર જઇ PDS+ એપ્લીકેશન દ્વારા સાચા આધાર અપડેટ કરી e-KYC અંગેની પ્રક્રિયા કરાવી શકાશે. મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી તેમજ જિલ્લા પુરવઠા કચેરી તા.30-04-2025 સુધીની તમામ જાહેર રજામાં e-KYC ના હેતુ માટે શરૂ રહેશે. જેથી જાહેર જનતાને કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહી તેની ખાસ તકેદારી રાખવા તેમજ e-KYC કરાવવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ છે.