ગ્રુપના 4 યુનિટમાં અનેક પ્રકારની ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ : 12×12 ડેકોરેટિવ સિરીઝ અને નવી ડબલ ડિજિટલ ટેકનોલોજીની ટાઇલ્સમાં આ ગ્રુપની નિપુણતા : ક્વોલિટી અને બેસ્ટ પ્રાઈઝ થકી ગ્રુપ આજે 30 દેશોમાં કરી રહ્યું છે વેપારનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં મોરબીની ORINDA ગ્રુપનો સ્ટોલ કાર્યરત છે. આ ગ્રુપની ટાઇલ્સની ક્વોલિટીથી વિઝિટર્સ પ્રભાવિત થયા છે.મોરબીના ORINDA ગ્રુપની 4 કંપની છે. જેમાં નેહાની ટાઇલ્સ પ્રા.લી. 12×12 અને 12×24 વોલ ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ORINDA ગ્રેનિટો LLP નવી ડબલ ડિજિટલ ટેકનોલોજીમાં 600×600, 600 ×1200 ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. આ ઉપરાંત ORINDA ઈન્ડસ્ટ્રીઝ LLPનું યુનિટ-1 અને 2 પણ કાર્યરત છે. આ ગ્રુપ 800×800, 800×1600, 1000×1000, 1200×1200, 1200×1800 સાઈઝમાં ટાઇલ્સ બનાવે છે. ઇટાલિયન અને સ્પેનિશ સરફેસમાં તેઓ પાસે કોસ્મિક, પોર્શ, ડિજીમેટ, આર 11, પર્લ, જીએચઆર હાલ ટ્રેન્ડિંગમાં છે. આ એક્સપોમાં વિઝિટર્સે 12×12 ડેકોરેટિવ સિરીઝ અને નવી ડબલ ડિજિટલ ટેકનોલોજીની ટાઇલ્સમાં રસ દાખવ્યો છે.ગ્રુપના ડિરેક્ટર્સ નિર્મલભાઈ સોરીયાએ જણાવ્યું કે તેઓની પ્રોડક્ટ ક્વોલિટીમાં શ્રેષ્ઠ હોવાની સાથે પ્રાઇઝમાં બેસ્ટ છે. આજે તેઓનો વેપાર 30થી વધુ દેશોમાં ફેલાયેલો છે. તેઓએ જણાવ્યું કે તેઓનું ગ્રુપ સમયની જરૂરિયાત પ્રમાણે ઇનોવેશન સાથેની ટાઇલ્સ બનાવે છે અને ગ્રાહકોને સંતોષ થાય તે રીતે જ વેપાર કરે છે.