વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 2માં સ્ટ્રીટ લાઈટ નાખવા અંગે કોંગ્રેસના કાઉન્સિલર જાગૃતિબેન ચૌહાણે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 2માં મિલ પ્લોટ નજીક આવેલી નવજીવન સોસાયટીમાં શેરી નંબર 2માં સ્ટ્રીટ લાઈટ નથી. જેથી ત્યાં અવર જવરમાં લોકોને તકલીફ પડી રહી છે. આગામી 24 એપ્રિલે આ સ્થળે ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે. તેથી આ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માગ છે.