કંપની દ્વારા 4×2 સાઈઝમાં જીવીટી, પીજીવીટી, સેમી જીવીટીની ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ : હાલ કંપનીનો અનેક દેશમાં વેપાર, હજી નવા દેશોમાં વેપાર વધવાની આશાનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં સોલોરેક્ષ ટાઇલ્સની ક્વોલિટી અને ડિઝાઇન વિઝિટર્સને ખૂબ પસંદ આવી છે. કંપનીના સ્ટોલને વિઝિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં મોરબીના ગાળા-સાપર રોડ ઉપર કાર્યરત સોલોરેક્ષનો પણ સ્ટોલ છે. આ કંપનીના ત્રણ યુનિટ સોલોરેક્ષ, સોલો સ્ટોન અને સોલોગ્રેસ છે. કંપની 4×2 સાઈઝમાં જીવીટી, પીજીવીટી, સેમી જીવીટી સહિતની પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હાલ અહીના સ્ટોલમાં 21 જેટલી સરફેસ રાખવામાં આવી છે. આ સરફેસ વિઝિટર્સને ખૂબ પસંદ પડી રહી છે. કંપનીના મેનેજીંગ ડિરેકટર સતિષભાઈ બોપલીયા અને ડિરેકટર યશવંતભાઈ ગામી, તુષારભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલએ જણાવ્યું કે જે ઇન્ટરનેશનલ બાયર્સ ઇટાલી અને સ્પેનથી ટાઇલ્સ ખરીદી રહ્યા છે. તેઓ ભારતથી તદ્દન નહિવત અથવા તો ઓછી ખરીદી કરે છે તેવા બાયર્સ મોટી સંખ્યામાં આવ્યા છે. જે એક્ઝિબિશનનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. અમે અત્યારે 35થી વધુ દેશો સાથે વેપાર કરી રહ્યા છીએ. આ એક્સપો થકી અનેક નવા દેશો સાથે પણ વેપાર થવાની આશા છે. આ એક્ઝિબિશનમાં અમારા સ્ટોલને સારો રિસ્પોન્સ મળ્યો છે. આ એક્સપો ગ્લોબલ એક્સપો છે. અમે આવતા એડિશનની પણ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.