ટંકારા : પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 548માં પ્રાગટય દિન મહોત્સવની ચૈત્ર વદ અગિયારસ એટલે કે 24 એપ્રિલ ને ગુરુવારે ટંકારામાં દેરીનાકા નજીક બાલકૃષ્ણલાલજી હવેલીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.હવેલીના ટ્રસ્ટી મંડળ ધ્વજબંધ તથા મનોરથ સમિતિ દ્વારા એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કળશયાત્રા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરેથી નીકળી જ્યા કળશ ભરી વાજતે ગાજતે હવેલી ખાતે ધ્વજાજી (ઠાડા) થશે. ત્યારબાદ હવેલી ખાતે શ્રીજીના પલના દર્શન તથા નંદ મહોત્સવ ઉજવાશે. પછી ઠાકોરજીના રાજભોગ દર્શન તથા તિલક આરતી કરવામાં આવશે. સાંજે વધાઈ-કીર્તન હિચ-હમચી ગાન શયનના દર્શનમાં બંગલાની ઝાંખી અને અંતે સૌ વૈષ્ણવો સાથે પંગતમાં પાતર દુનામાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મનોરથમા ટંકારા, મોરબી, રાજકોટ, અમદાવાદ સહિતના સ્થળેથી 2500 થી વધુ વૈષ્ણવો જોડાશે. વધુ માહિતી તથા સેવા મોકલવા લલીતભાઈ આશર મો.નં. 9925183308, વિનુભાઈ ગોહેલ મો.નં. 9427728314, અરવિંદભાઈ રાણપુરા મો.નં. 9824238721 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.