મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ 16 એપ્રિલના રોજ મોરબી ઘટક-2ના ખાખરાળા સેજાના જવાહર હનુમાનજી મંદિર(ભડિયાદ કાંટે)-નજરબાગ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગર્ભ સંસ્કાર વિધિમાં 7 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્રના ભાવનાબેન કડીવાર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા ફાયદા, સગર્ભામાતા, બાળક અને પરિવારને થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઘટક-2ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા અંજલીબેન વિરડા, આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ(સુખડી મગ અને કિવી) વિતરણ કરવામાં આવ્યું હતું.